મોરબી : જિલ્લામાં આજે ચાલી રહેલા લોકશાહીના મહાપર્વમાં વડીલોનો અદભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદારોમાં જાગૃતિ લાવવા માટે અનેક પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે ખાનપર ગામના 102 વર્ષના વૃદ્ધાએ પોતાના પરિવાર સાથે મતદાન મથકે પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.ખાનપર ગામના રહીશ દિવાળીબેન ગોપાલભાઈ જીવાણીની ઉંમર 102 વર્ષ છે. આટલી જૈફ વયે પણ તેમણે લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ અદા કરી છે. દિવાળીબેન છેલ્લા 80 વર્ષથી અચૂક મતદાન કરતા આવ્યા છે અને તેઓ ક્યારેય પણ મતદાન કરવાનું ચૂક્યા નથી. આજે ચૂંટણીના દિવસે પણ તેમણે પોતાના પરિવારજનો સાથે મતદાન મથકે જઈને હર્ષભેર મતદાન કર્યું હતું. આ ઉપરાંત વિરપરડા ગામે 93 વર્ષના વયે ગામી લાડુબેન નામના વૃદ્ધાએ પણ મતદાન કર્યું હતું.આ તકે 102 વર્ષના દિવાળીબેને તમામ નાગરિકો અને ખાસ કરીને યુવાનોને અપીલ કરતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, દરેક નાગરિકે અચૂક મતદાન કરવું જોઈએ. લોકશાહીના આ પર્વમાં કોઈ પણ વ્યક્તિએ મતદાન કર્યા વગર રહેવું જોઈએ નહીં. આટલી ઉંમરે પણ તેમનો આ જુસ્સો અને મતદાન પ્રત્યેની જાગૃતિ ખરેખર પ્રશંસનીય છે.#Morbi #Khanpar #Election #Voting #VoterAwareness #Inspirational #Democracy #MorbiUpdate #GujaratElections