મોરબી : મોરબી શહેરના આલાપ રોડ ઉપર પટેલનગરમાં રહેતા ધીરજભાઈ જેરામભાઈ આદ્રોજા ઉ.65 નામના વૃદ્ધને છ વર્ષ પહેલા પેરેલીસીસ થયા બાદ ઘેર બેડ રેસ્ટમાં હોય ગઈકાલે અચાનક તબિયત લથડતા સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.