ટંકારા : ટંકારા તાલુકાના લજાઇ ગામમાં ઉગમણા ઝાપા પાસે રહેતા હિરાભાઇ દાનાભાઇ ચાવડા (ઉ.વ. 65)એ ગઈકાલે તા. 12ના રોજ પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. આથી, તેમનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.