મોરબી : મોરબી-કંડલા બાયપાસ રોડ પર કાર હડફેટે વૃદ્ધનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની મળતી માહિતી મુજબ અમરેલી ગામમાં મોરબી કંડલા બાયપાસ રોડ પર આર.ટી.ઓ. આગળ દેવદુત જીન પાસે ગઇકાલે આરોપીએ પોતાની ઇનોવા ગાડી નંબર જી.જે.૩૬.એફ.૮૬૬૬ પુર ઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી હંસરાજભાઇ માધાભાઇ દાહકીયા (ઉ.વ.-65)ને હડફેટમાં લઇ વાહન અકસ્માત કર્યો હતો. વૃદ્ધને માથાના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર ચમનભાઇએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કારચાલકને પકડવા તજવીજ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..