હળવદ : હળવદ ધ્રાંગધ્રા હાઇવે ઉપર સુખપુર ગામના બસસ્ટેન્ડ પાસે પગપાળા જઈ રહેલા ડાયાભાઇ ગોવિંદભાઇ મકવાણા ઉ.62 રે.પાંડાતીરથ વાળાને ટ્રક કન્ટેનર નંબર જીજે - 05 - બીટી - 3171ના ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા ડાયાભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પુત્ર રઘુભાઈએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.