મોરબી : મોરબીના ભડીયાદ વિસ્તારમાં નઝરબાગ રેલવે સ્ટેશન પાસે બૌદ્ધનગરમાં રહેતા ૬૦ વર્ષીય વૃદ્ધને એક વાહન ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે રિવર્સમાં ચલાવીને અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હોવાનો બનાવ સામે આવ્યો છે.બનાવની વિગત મુજબ, ફરિયાદી લખુભાઇ દાનાભાઈ સોલંકી (ઉ.વ. ૬૦) ગત તા. ૨૭/૦૩/૨૦૨૬ ના રોજ બપોરના એકાદ વાગ્યાના અરસામાં ભડીયાદ નઝરબાગ રેલવે સ્ટેશન નજીક બૌદ્ધનગર આંગણવાડી સામે ઊભા હતા. તે સમયે વાહન રજીસ્ટર નંબર GJ-36-L-3965 ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેદરકારીથી રિવર્સમાં ચલાવી પાછળ ઉભેલા લખુભાઈને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં લખુભાઈને ડાબા પગના પંજાના ભાગે સામાન્ય ઈજાઓ તેમજ ડાબા પગના થાપા અને કમરના નીચેના ભાગે ગોળામાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટના અંગે લખુભાઈએ વાહન ચાલક સામે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) અને એમ.વી. એક્ટની કલમ-૧૭૭, ૧૮૪ મુજબ ગુનો નોંધ્યો છે. આ અંગેની વધુ તપાસ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પો. હેડ કોન્સ. એ.એમ.ઝાપડીયા ચલાવી રહ્યા છે.#Morbi #MorbiNews #AccidentNews #MorbiPolice #MorbiUpdate #GujaratNews