હળવદ : હળવદ તાલુકાના પ્રતાપગઢ ગામે રહેતા મગનલાલ અરજણભાઈ ફુલતરિયા ઉ.77 નામના વૃદ્ધ વૃદ્ધાવસ્થાને કારણે બરોબર સાંભળી કે જોઈ શકતા ન હોય ગત તા.7 સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે પોતાના ઘેર બપોરના સમયે પાણી પીવા માટે પાણિયારા પાસે ગયા હતા.આ સમયે પાણિયારા પાસે પડેલી એસિડની બોટલને ભૂલથી પાણીની બોટલ સમજી થોડું એસિડ પી જતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.