મોરબી : મોરબી શહેરની ત્રાજપર ચોકડી પાસે એસઆરના પેટ્રોલપંપ પાસે ગઈકાલે સાંજના સમયે રોડ નજીક સુતેલા ટીમ્બડી ગામના રહેવાસી ભગવનજીભાઈ કાળુભાઇ પરમાર ઉ.56 નામના વૃદ્ધને અચાનક આચકી આવતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.