મોરબી : મોરબી શહેરના મકરાણી વાસમાં રહેતા નૂરમામદભાઈ જીવાભાઈ સંધી ઉ.73 નામના વૃદ્ધ ગઈકાલે ભંગારની ફેરી કરવા નિકળા હતા ત્યારે રવાપર રોડ પર આવેલ યદુનંદન સોસાયટીમાં અચાનક હાર્ટએટેક આવી જતા સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.બનાવ અંગે એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપ શરૂ કરી છે.