વાંકાનેર : વાંકાનેર શહેરના વડીયા વિસ્તારમાં રહેતા મૂળ કેરાળા ગામના વતની ભગવાનભાઈ છગનભાઇ ગોલતર ઉ.65 ગત તા.5ના રોજ પોતાના ઘેર હતા ત્યારે હાર્ટએટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.