મોરબી : મોરબી તાલુકાના લખધીરનગર ગામે રહેતા હસમુખભાઈ રેવાદાસભાઈ નિમાવત ઉ.63 નામના વૃદ્ધને બીમારી સબબ પોતાના ઘેર છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ હાર્ટએટેક આવી જતા હસમુખભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.