વાંકાનેર : વાંકાનેર શહેરના જિનપરા વિસ્તારમાં આવેલ પ્રતાપનગરમાં રહેતા વિનોદરાય પ્રભુલાલ કટારીયા ઉ.62 નામના વૃદ્ધને ડાયાબીટીસની બીમારી સબબ સારવારમાં ખાનગી હોસ્પિટલમાં લઈ જતી વેળાએ અચાનક બેભાન થઈ ગયા બાદ હાર્ટએટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.