મોરબી શહેરના સામાકાંઠે આવેલ ગુજરાત હાઉસિંગ સોસાયટીમાં રામેશ્વર મંદિર સામે રહેતા નવુભા દાનુભા રાઠોડ ઉ.૬૪ નામના વૃદ્ધની તબિયત ખરાબ થતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.બનાવ અંગે મોરબી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.