મોરબી : મોરબી શહેરના ભડિયાદ કાંટા નજીક વણકર સમાજની વાડી પાસે રહેતા જેઠાભાઇ હીરાભાઈ પરમાર ઉ.60 નામના વૃદ્ધને ગઈકાલે સાંજના સમયે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા મોરબી સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.