વાંકાનેર : વાંકાનેર શહેરના જિનપરા વિસ્તારમાં ગૌશાળા નજીક રહેતા ચંદુલાલ રામસિંગભાઈ સારલા ઉ.58 નામના વૃદ્ધ ગઈકાલે પોતાના ઘેર હતા ત્યારે અચાનક ઊલટીઓ શરૂ થયા બાદ બેભાન થઈ જતા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.