ટંકારા : ટંકારા શહેરના લતીપર રોડ ઉપર ધર્મ ભક્તિ સોસાયટીમાં રહેતા જવીબેન ધારાભાઈ ઝાપડા ઉ.90 ગત તા.6 ઓગસ્ટના રોજ પોતાના ઘેર બેભાન થઈ જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન તા.9ના રોજ મૃત્યુ થયું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.