મોરબી : મોરબી શહેરના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા કિશોરભાઈ ધનજીભાઈ અદગામા ઉ.64 નામના વૃદ્ધ ગઈકાલે વહેલી સવારે નશાની હાલતમાં માધાપર શેરી નંબર 12મા પડી જતા માથામાં ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.ઉલ્લેખનીય છે કે, મૃતકને ડાયાબિટીસની બીમારી પણ હતી.બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.