નેશનલ હાઇવે પર નવાપરા પાસે બનેલી ઘટનાવાંકાનેર : વાંકાનેર - મોરબી નેશનલ હાઇવે પર નવાપરા જવાની કટ્ટ પાસે રોંગ સાઈડમાં આવેલા રીક્ષા ચાલકે મજૂરી કરવા જઈ રહેલા વૃદ્ધના મોટર સાયકલને હડફેટે લેતા વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચવાથી મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત બાદ રીક્ષા ચાલક નાસી ગયો હતો.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે પર નવાપરા કટ્ટ પાસે જીજે - 36 - યુ - 1562 નંબરના રીક્ષા ચાલકે રોંગ સાઈડમાં આવી મોટર સાયકલ નંબર જીજે - 03 - એફસી - 8095 લઈ મજૂરી કામે જતા વાલજીભાઈ રવજીભાઈ મકવાણા ઉ.80ને હડફેટે લેતા વાલજીભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ બાદ રીક્ષા ચાલક રીક્ષા મૂકી નાસી જતા અકસ્માત અંગે મૃતકના ભત્રીજા મયુરભાઈ રામજીભાઈ મકવાણા રહે.કુંભારપરા, વાંકાનેર વાળાએ સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.