મોરબી : મોરબી શહેરના મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલ કાંતિ જ્યોત પાર્કમા બિલ્ડીંગના પાર્કિંગમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લઈ ખોડીદાસભાઈ ધનજીભાઈ ધોરીયાણી ઉ.74 નામના વૃદ્ધે આપઘાત કરી લેતા સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.