ટંકારા : ટંકારા તાલુકાના નેકનામ ગામમાં વૃદ્ધાએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની પ્રાપ્ત વિગતો પ્રમાણે નેકનામ ગામે ગણેશભાઇની વાડીએ રહેતા 70 વર્ષીય પાર્વતીબેન શંકરભાઇ ઠાકોર એ ગઇકાલે કોઇ કારણોસર ઝેરી દવા પી જતા સારવાર અર્થે પ્રથમ પડધરીની સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટની સરકારી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરેલ હતા. જ્યાં ચાલુ સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ અકસ્માતે મોત રજીસ્ટર કરી આગળની તપાસ કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..