મોરબી : માળીયા મિયાણા તાલુકાના કુંતાસી ગામે રહેતા નાનજીભાઈ રવજીભાઈ ભાડજા ઉ.85 નામના વૃધ્ધએ કોઈ અગમ્ય કારણોસર ગત તા.28 સપ્ટેમ્બરના રોજ પોતાના ઘેર ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તા.2 ઓકટોબરના રોજ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.