મોરબી : મોરબી તાલુકાના ફડસર ગામે રહેતા વૃદ્ધના ઘર પાસે માલિકીની જગ્યામાં પાડોશમાં રહેતા બે શખ્સ ઉકરડો કરી ગંદકી કરતા હોવાથી અવાર નવાર ઉકરડો ન કરી કચરો નહિ ફેકવા કહેવા છતાં આરોપીઓએ ગંદકી ઠાલવવાનું ચાલુ રાખી ગઈકાલે બે આરોપીઓએ વૃદ્ધ પર હુમલો કરી ફ્રેક્ચર કરી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ફડસર ગામે રહેતા રાજાભાઈ રવાભાઈ કુંભારવાડિયા ઉ.75ની માલિકીની ખુલ્લી જગ્યામાં આરોપી રામીયાભાઈ દેવાભાઈ કુંભારવાડિયા અને આરોપી લખમણ દેવાભાઈ કુંભારવાડિયા ઉકરડો કરી ગંદકી કરતા હોવાથી રાજાભાઈએ ઉકરડો ન કરવાનું કહેતા બન્ને આરોપીઓએ કુહાડા વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.