મોરબી : મોરબીના ગ્રીન ચોક નજીક આવેલ શામકશેરીમાં રહેતા રમેશચંદ્ર કુમુદચંન્દ્ર દવે ઉ.61 ગત તા.1 ફેબ્રુઆરીના રોજ પોતાના ઘરે ઈલેકટ્રીક શોર્ટ સરકિટ થવાથી દાઝી જતા સારવાર માટે મોરબી આયુષ હોસ્પિટલ અને બાદમાં મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ગઈકાલે સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.