મોરબી : મોરબીના કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ અને સળક પીપળીયાના જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટના વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો માટે તારીખ 10 ઓગસ્ટના રોજ વડીલ વંદના યાત્રાનું આયોજન કરાયું છે. કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ- મોરબી અને જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ- સળક પીપળીયા દ્વારા વૃદ્ધાશ્રમના વડીલો માટે બીજી વડીલ વંદના યાત્રા યોજાશે. જેમાં 10 ઓગસ્ટ ને ગુરુવારના રોજ રમણિકકુંવરબા વૃદ્ધાશ્રમ રાજકોટથી ગોંડલ અક્ષર મંદિર, રામજી મંદિર ગોંડલ, રમાનાધામ ગોંડલ, વિરપુર જલારામ મંદિર, ખોડલધામ મંદિર સુધીની યાત્રા યોજાશે. આ વડીલ વંદના યાત્રાના દાતા જ્યોતિબેન એસ. જીવરાજાની છે.