મોરબી : સરદાર પટેલના એકતાના સંદેશને ગામેગામ ગુંજતો કરવા રાજય ભરમાં પ્રાંરભ થયેલ પ્રથમ તબક્કાની એકતા રથ મોરબી જિલ્લાનાં વાંકાનેર તાલુકાના ઢુંવા, સરતાનપર, રાતાવીરડા, લાકડધાર, માટેલ, વીરપર, ભીમગુડા, ઓળ, જામસર, વરડુસર, પલાંસ અને લુણસર ગામોમાં પ્રરીભ્ર્રમણ કરી ગામેગામ લોકો દ્વારા સરદાર પટેલ પ્રતીમાને ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યા હતા. તેમજ ડોક્યુમેન્ટરી ફિલ્મ દ્વારા સરદાર પટેલ વિષે માહિતગાર કરાયા હતા, સાંસદ મોહનભાઈ કુંડારીયાએ એકતા રથના પ્રવાસ દરમ્યાન જણાવ્યું હતું કે સરદાર પટેલ દેશના રજવાડા એક કરી ભારત અખંડ બનાવ્યો હતો સરદારશ્રીની પ્રતિમાનું ગુજરાત સરકારે ૨૦૧૩માં ભૂમિપુજન કરીને પાંચ વર્ષમાં પુર્ણ કરેલ છે. આ પ્રતિમાને જોવા માટે એકવાર વિદ્યાર્થીઓ તથા ગ્રામ જનો અચુક પ્રવાસ કરે તેમ જણાવ્યું જયારે પૂર્વમંત્રીશ્રી જયંતીભાઈ કવાડીયા આ કહ્યુ હતુ કે સરદાર પટેલ આ દેશના નેતા હતા એ કોઈ એક સમાજના નેતા ન હતા એજ સરદારશ્રીની સાચી ઓળખ હતી. ગુજરાતની ૭ લાખ ગામોની માટી, પાણી અને લોખંડનો ઉપયોગ આ પ્રતિમાં બનાવવામાં આવેલ છે. એકતારથ યાત્રા દરમ્યાન ભાજપ મહામંત્રી હિરેન પારેખ, પ્રાંત અધિકારી જિજ્ઞાશાબેન ગઢવી, તાલુકા વિકાસ અધિકારી ગઢવી, મામલતદાર પરમાર તેમજ ભાજપના પદાધિકારીઓ રથ સાથે જોડાયા હતા. કાર્યક્રમ દરમ્યાન દરેક શાળાઓમાં એકતા અંગેની સપથ લેવડાવવામાં આવ્યા હતા. અને સરદાર પટેલ સાહેબ પરની સ્પર્ધાના વિજેતાઓને મહાનુંભાવો હસ્તે ઈનામો એનાયત કરવામાં આવ્યા હતા. [gallery ids='36037,36038,36039']