સ્વર્ગસ્થ ગૌરીબેન જશમતભાઈ પડસુંબિયાના સ્મરણાર્થે તેમના પુત્રો દ્વારા આયોજનમોરબી : મોરબીના નાનીવાવડી ગામે આગામી તારીખ 23 મે ને ગુરુવારના રોજ એકતા ઉત્સવનું આયોજન કરાયું છે. જેમાં સ્વર્ગસ્થ ગૌરીબેન જશમતભાઈ પડસુંબિયાના સ્મરણાર્થે તેમના પુત્ર વિપુલભાઈ તથા દિપકભાઈ અને સમગ્ર પડસુંબિયા પરિવાર તરફથી સમગ્ર ગામમાં ઘર દીઠ 1 સભ્યના જમણવાર રૂપે તાવાનું આયોજન કરાયું છે. સાથે જ મહારક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો સર્વે ગામ રૂપી પરિવારને સાંજે 6 કલાકે બાલા બહુચરાજી મંદિરે પધારવા આમંત્રણ પાઠવાયું છે. તેમજ આ મહા રકતદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોને રકતદાન કરવા અપીલ કરવામાં આવી છે.