મોરબી : આજે 31-10-2023 ના રોજ રાષ્ટ્રીય લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 148મી જન્મજયંતિ નિમિત્તે ICA-પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર, મોરબી દ્વારા 'રાષ્ટ્રીય એકતા દિવસ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલીમ કેન્દ્રમાં નોકરીની વિવિધ ભૂમિકાઓની તાલીમ લેતા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય એકતા દિવસના શપથ લેવડાવવામાં આવ્યા હતા.