આજે ઇન્ટરનેશનલ મધર્સ ડે : જાણો.. તેનો ઈતિહાસમોરબી : માતા અને બાળકનો સંબંધ દુનિયામાં સૌથી અનમોલ હોય છે. ‘મા તે મા, બીજા બધા વગડાના વા’ એ ઉક્તિ બાળક જેમ-જેમ મોટું થાય તેમ-તેમ તેને વધારે સમજાય છે. બાળક ગમે તેટલું મોટું થઈ જાય, પણ મા નો પ્રેમ નિ:સ્વાર્થ અને અકબંધ રહે છે. માની મમતા અને પ્રેમ બાળક માટે બહુ જરૂરી હોય છે. આમ તો માતા બાળક પર પોતાનું સમગ્ર જીવન કુરબાન કરી નાખે છે, બાળકોની ખુશીમાં તે ખુશી અને તકલીફોમાં દુઃખ વહેંચે છે. મા વગર જીવનની કલ્પના જ અશક્ય છે. એવામાં બાળકો પોતાની માતા માટે કંઈક સ્પેશિયલ કરવા માગે છે. માની આ જ મમતાને સન્માન આપવા માટે ‘મધર્સ ડે’ ઉજવવામાં આવે છે.ભારત સહિત ઘણા દેશોમાં દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે અંતરરાષ્ટ્રીય મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ઇન્ટરનેશનલ મધર્સ ડે 12મી મેના રોજ ઉજવવામાં આવશે. માતા પ્રત્યેનો આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા સમગ્ર વિશ્વમાં મધર્સ ડે ઉજવવામાં આવે છે. મધર્સ ડે પર બાળકો તેમની માતાઓને મધર્સ ડે પર અભિનંદન આપે છે અને તેમના પ્રત્યે આદર, પ્રેમ અને કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. આ સિવાય બાળકો તેમની માતાને સ્પેશિયલ ફીલ કરાવવા માટે તેમને ગિફ્ટ પણ આપે છે.તમારી માતા માટે જેટલું પણ કરો એટલું ઓછું છે કારણ કે આ દુનિયામાં કોઈ તેની સરખામણી કરી શકે નહીં. કોઈએ સાચું જ કહ્યું છે કે ભગવાન દરેક જગ્યાએ પહોંચી શકતા નથી, તેથી જ તેમણે માતાને બનાવ્યા છે. માતા માત્ર બાળકને જન્મ જ નથી આપતી પણ તેનું પાલનપોષણ પણ કરે છે અને જીવનના દરેક સુખ-દુઃખમાં બાળકની પડખે ઉભી રહે છે.ઇન્ટરનેશનલ મધર્સ ડેનો ઇતિહાસઇન્ટરનેશનલ મધર્સ ડેની ઉજવણીની શરૂઆત અમેરિકન મહિલા એના જોર્વિસે કરી હતી. જો કે, મધર્સ ડેની ઉજવણી ઔપચારિક રીતે 9 મે, 1914ના રોજ તત્કાલિન યુ.એસ. પ્રમુખ વૂડ્રો વિલ્સન દ્વારા કરવામાં આવી હતી. તે સમયે અમેરિકી સંસદમાં એક કાયદો પસાર કરીને દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તે સમયથી, અમેરિકા, યુરોપ અને ભારત સહિત ઘણા દેશોમાં મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવવાનું શરૂ થયું હતુંશા માટે મધર્સ ડે મે મહિનાના બીજા રવિવારે જ ઉજવવામાં આવે છે?મધર્સ ડેની શરૂઆત અમેરિકન એક્ટિવિસ્ટ એના જાર્વિસ દ્વારા કરવામાં આવી હતી. એના તેમની માતાને ખૂબ પ્રેમ કરતા હતા. જાર્વિસ તેની માતા સાથે રહેતા હતા અને ક્યારેય લગ્ન કર્યા ન હતા. તેની માતાના અવસાન પછી એનાએ તેમની માતા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા મધર્સ ડેની શરૂઆત કરી હતી. આ માટે એના એવી તારીખ પસંદ કરી કે તે તેની માતાની પુણ્યતિથિ એટલે કે 9 મેની આસપાસ આવે. ત્યારથી મધર્સ ડે દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે ઉજવવામાં આવે છે.માતાઓ માટે ખાસ શાયરી1.સાથ છોડ દેતી હૈ દુનિયા પર વો સાથ ચલતી હૈ,કૈસે ભી હો હાલાત માં કભી નહી બદલતી હૈ2.વો જીવન મેં ન કભી બર્બાદ હોતા હૈ,જિસકે સિર પર માં કા આર્શીવાદ હોતા હૈ3.ઉનકે લિએ હર મૌસમ બહાર હોતા હૈ,જિન કે હિસ્સે મેં માં કા પ્યાર હોતા હૈ4.એક નહીં સોં જનમ ઉસ પર કુરબાન હૈ,વો સિર્ફ મેરી માં હી નહીં, મેરી ભગવાન હૈ5.જિસને દી હૈ જિંદગી ઔર ચલના શીખાયા હૈ,વો માં મેરી ઉસ ભગવાન કા સાયા હૈ