સીટી એ ડિવિઝન પોલીસે રોકડા રૂપિયા 51,700 કબ્જે કર્યા મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર નવા બસસ્ટેન્ડ નજીકથી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમી રહેલા આઠ શખ્સોને ઝડપી લઈ રોકડા રૂપિયા 51,700 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન નવા બસસ્ટેન્ડ પાસે આવેલ પટેલ પાન નજીક જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમી રહેલા કિશનભાઇ ભીખાભાઇ મેવાડા, પ્રકાશભાઇ નરભેરામભાઇ ભુત, મોસીન ઉર્ફે માસ્ક સલીમભાઇ મોવર, સમીરભાઇ રફીકભાઇ પલેજા, હુશેનભાઇ રજાકભાઇ રાઉમા, કાળુસિંગ પ્રભુસિંગ રાવત, સલીમ ઉર્ફે ડેનીશ હાજીભાઇ સુમરા અને દિપકભાઇ રાજુભાઇ બુધ્ધદેવને રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 51,700 કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.