મોરબી : મોરબી તાલુકા પોલીસે ગઈકાલે રફાળેશ્વર ગામે જુગાર રમતા આઠ શખ્સો ઝડપી લીધા હતા. તાલુકા પોલીસે આઠેય આરોપી સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસે ગઈકાલે તા.૧૩ ના રોજ રફાળેશ્વર ગામે આંબેડકરનગર રામાપીરના મંદિર પાસે જુગાર રમતા જીતુભાઇ રામજીભાઇ ગોહિલ, રમેશભાઇ માધાભાઇ ગમારા, શિવરાજભાઇ ઉર્ફે શિવુભા લાભુભા ગુઢડા, છનાભાઇ કરશનભાઇ ગમારા, ભીમાભા રાણાભા ગુઢડા, ભરતભાઇ રામજીભાઇ ગોહિલ, કાળુભાઇ લક્ષ્મણભાઇ મકવાણા, અલ્પેશભાઇ વલ્લભભાઇ રાઠોડને કુલ રોકડા રૂપીયા ૫૫,૬૦૦ના મુદામાલ સાથે ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.