પોલીસે રેઇડ કરી સ્થળ ઉપરથી કુલ રૂ. 52,700 નો મુદામાલ કબ્જે કર્યો માળીયા (મી.) : માળીયાના જસાપર ગામે જાહેરમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમી મળતા માળીયા પોલીસ સ્ટાફે આ સ્થળે દરોડો પાડ્યો હતો અને માળીયા પોલીસે આ સ્થળે જાહેરમાં જુગાર રમતા આઠ આરોપીઓને ઝડપી લીધા હતા. તેમજ પોલીસે સ્થળ ઉપરથી કુલ રૂ. 52,700 નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા (મી.) તાલુકાના જસાપર ગામે તળાવ પાસે જિનની પાછળ આવેલ બાવળની કાંટમાં કેટલાક ઈસમો જાહેરમો ગોળ કુંડાળું વાળી તીનપત્તિનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે આજે માળીયા પોલીસ સ્ટાફ આ સ્થળે ત્રાટક્યો હતો. પોલીસે આ સ્થળે જાહેરમાં ગોળ કુંડાળું વળી તીનપત્તિનો જુગાર રમતા આરોપીઓ ચંદુભાઈ મુળુભાઈ ચાવડા, મુળુભાઈ નરસંગભાઈ ચાવડા, હમીરભાઈ વસરામભાઈ ચાવડા, નિર્મળભાઈ મુળુભાઈ કાનગડ, ધીરુભાઈ વિરાભાઈ કાનગડ, પ્રવીણભાઈ નરસીભાઈ આદ્રોજા, દેવાયતભાઈ જેસંગભાઈ મંઢ, રમેશભાઈ મગનભાઈ સરડવાને ઝડપી લીધા હતા અને પોલીસે સ્થળ ઉપરથી કુલ રૂ.52,700 નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..