એ ડિવિઝન પોલીસે રોકડા રૂ.૧૪,૨૦૦ કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરીમોરબી : મોરબી શહેરના દરબારગઢ નજીક આવેલ જાની શેરીમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા જુગરીઓમાં નાસભાગ મચી ગઇ હતી.દરોડા દરમિયાન બે મહિલા સહિત આઠ આરોપીઓ ઝડપાઇ ગયા હતા.જ્યારે બે મહિલાઓ નાસી ગઈ હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે દરબારગઢ પાસે આવેલ જાની શેરીમાં દરોડો પાડતા આરોપી (૧) અમીતભાઇ મોહનભાઇ ગજરા રહે.મોરબી કાલીકાપ્લોટ (૨) જયેશભાઇ હમીરભાઇ ખાંભલા રહે.મોરબી સબજેલ પાછળ બોરીચાવાસ (૩)અનિરૂધ્ધસિંહ નટુભા ઝાલા રહે.મોરબી સામાકાંઠે વૃદાવન પાર્ક (૪) અંજનાબેન હસમુખભાઇ નીમાવત રહે.મોરબી,વાવડીરોડ ગાયત્રીનગર (૫) નયનાબા નરેન્દ્રસીંહ ઝાલા રહે.મોરબી સામાકાંઠે, ત્રાજપર (૬)બાસિદભાઇ રફીકભાઇ સંજાત રહે.વજેપર (૭) વાલજીભાઇ કરશનભાઇ રાંકજા અને આરોપી (૮) જયદીપભાઇ અણદાભાઇ આલ રહે. વાવડીરોડ, ગાયત્રીનગર મોરબી વાળાઓ રોકડા રૂપિયા ૧૪,૨૦૦ સાથે તીનપતિ રમતા ઝડપાઇ ગયા હતા.જ્યારે આરોપી (૯) જરીનાબેન સલીમભાઇ સુમરા રહે.મોરબી કાલીકાપ્લોટ અને આરોપી (૧૦) અલકાબેન સુભાષભાઇ વાઘેલા રહે.મોરબી વજેપર વાળાઓ નાસી જતા પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.