મોરબી : મોરબી તાલુકાના પીપળી ગામે આવેલ શાંતિનગરમાં મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આરોપી લાલજીભાઈ નરોત્તમભાઇ સોનાગ્રા, પ્રદીપભાઈ અમૃતભાઈ મોરી, દેવાંગભાઈ જગદીશભાઈ લાંગણોજા, હિંમતભાઇ લાલજીભાઈ સોલંકી, સંજયભાઈ પ્રેમજીભાઈ ટાંક, ભરતભાઈ ઝવેરભાઈ મોરબી, ઉમેશભાઈ ભરતભાઈ પરમાર અને ધવલકુમાર રમેશભાઈ જાકાસાણીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 24,300 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.