અવનીપાર્કના સુરેશે નવતર કીમિયો કરી હોટેલમાં જુગારધામ શરૂ કર્યાની બાતમીને પગલે તાલુકા પોલીસનો દરોડો, રોકડા રૂપિયા 8,65,500 કબ્જે મોરબી : મોરબી તાલુકાના બેલા ગામની સીમમા મોરબી-જેતપર રોડ ઉપર આવેલી લોર્ડ્સ ઇકો ઇન હોટલના રૂમમાં જુગારધામ શરૂ થયું હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી અવનીપાર્કના સુરેશ સંચાલિત જુગારધામમાં જુગાર રમી રહેલા મોરબીના આઠ નબીરાઓને પકડી પાડી પોલીસે રોકડા રૂપિયા 8,65,500 રોકડા કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરતા નવતર પ્રયોગ કરી જુગારધામ ચલાવતા તેમજ જુગાર રમવા આવેલા શખ્સોમા ફફડાટ મચી ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમને બાતમી મળી હતી કે, બેલા ગામની સીમમા મોરબી-જેતપર રોડ ઉપર આવેલી લોર્ડ્સ ઇકો ઇન હોટલના રૂમમાં જુગારધામ શરૂ થયું છે અને મોરબીના અવનીપાર્કમા રહેતો સુરેશભાઇ પ્રભુભાઇ ભીમાણી આ જુગારધામમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે. જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા લોર્ડ્સ ઇકો ઇન હોટલના રૂમ નંબર 241માંથી જુગારધામના સંચાલક સુરેશભાઇ પ્રભુભાઇ ભીમાણી, રહે. રવાપર રોડ, અવનીપાર્ક, મોરબી, ચેતનભાઇ કલ્યાણજીભાઇ દેત્રોજા, રહે. રવાપર રોડ, ફલોરા-158 મોરબી, પિયુષભાઇ જશમતભાઇ કગથરા, રહે. પંચાસર રોડ, પ્રમુખ સ્વામી પાર્ક, મોરબી,નહરેશભાઇ રામજીભાઇ દેત્રોજા, રહે. રવાપર રોડ, વેલકમ પ્રાઇડ, મોરબી, ધર્મેન્દ્રભાઇ ભાણજીભાઇ પાંચોટીયા, રહે. સાદુળકા, તા.જી.મોરબી, રસીકભાઇ અમરશીભાઇ ચાડમીયા, રહે. રવાપર રોડ, સાંનિધ્ય પાર્ક સોસાયટી, મોરબી, લાલજીભાઇ ભગવાનજીભાઇ કડીવાર, રહે. રવાપર રોડ, સંગમ એપાર્ટમેન્ટ, મોરબી અને દિપેશભાઇ ધનસુખભાઇ કાવર, રહે. રવાપર રોડ, આલાપ પાર્ક સોસાયટી, મોરબી નામના આઠ જુગરીઓ રોકડા રૂપિયા 8,65,500 સાથે ઝડપાઇ ગયા હતા. પોલીસે આઠેય જુગારીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.