મોરબી બી ડિવિઝન પોલીસ અને તાલુકા પોલીસે ત્રણ દરોડા પાડ્યામોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ તેમજ મોરબી તાલુકા પોલીસે અલગ અલગ ત્રણ દરોડામાં મોબાઈલ પર લુડો ગેમ, ચલણી નોટ પર નોટ નંબરી અને વરલી મટકાનો જુગાર રમાડી રહેલા કુલ આઠ શખ્સોને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે વાવડી રોડ, મીરાપાર્ક પાસે જાહેરમાં મોબાઈલ ફોનમાં લુડો ગેમ રમી હારજીતનો જુગાર રમી રહેલા આરોપી લાલજી નારણભાઇ ડાંગર રહે.ગાયત્રીનગર, રમેશ ગગુભાઈ ડાંગર રહે.રાજનગર, અરવિંદ ઉગાભાઈ ડાંગર રહે.રામપાર્ક અને લાલજી રાયધનભાઈ ડાંગર રહે.ગાયત્રીનગર વાળાઓને મોબાઈલ ફોનમાં લુડો ગેમ રમી હારજીત કરતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2940 અને 5 હજારનો ફોન મળી કુલ રૂ.7940 રોકડા સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.બીજા દરોડામાં મોરબી તાલુકા પોલીસે જાંબુડિયા આરટીઓ કચેરી પાસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા આરોપી રમણિક દેવજીભાઈ ધામેચા રહે.સિલ્વર પાર્ક, ઘુંટુ રોડ વાળાને રોકડા રૂપિયા 320 અને વરલીના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.ત્રીજા દરોડામાં તાલુકા પોલીસે જેતપર રોડ પર શાપર ગામની સીમમાં દરોડો પાડી આરોપી દિનેશ ચતુરભાઈ પાટડીયા રહે.શોભેશ્વર રોડ, મોરબી અને આરોપી અજય ગોરધનભાઇ સનુરાને ચલણી નોટ પર નોટ નંબરીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 500 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.