મોરબી : ગઈકાલે તા. 2ના રોજ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા મોરબીના ભડીયાદ રોડ પર જંગલેશ્વર મંદીર પાસે પૈસાની હારજીતનો તીનપતી રોન પોલીસનો જુગાર રમતા સુરેશભાઇ પરસોતમભાઇ ડાભી (ઉવ ૨૮), પ્રવીણભાઈ દેવકરણભાઇ ડાભી (ઉવ ૧૮), અરવીંદભાઇ જયંતીભાઇ ડાભી (ઉવ ૨૨), ધીરૂભાઇ દેવકરણભાઇ ડાભી (ઉવ ૨૩), બાબોભાઇ વાલજીભાઇ ડાભી (ઉવ ૨૨), મનોજભાઇ વાલજીભાઇ ડાભી (ઉવ ૨૯), મહેશભાઇ મુળજીભાઇ ડાભી (ઉવ ૩૦) તથા ચંદુભાઇ તેજાભાઇ રાઠોડ (ઉવ ૨૦ રહે. બધા ભડીયાદ રોડ જંગલેશ્વર મંદીર પાસે, મોરબી)ને પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે જુગારધારા હેઠળ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેઓની અટકાયત કરવામાં આવી હતી.