હળવદ : હળવદમાં આઇશર હડફેટે બાઇકચાલકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. હળવદમાં શીવનગર જેટકો સબસ્ટેશન પાસે જાહેર રોડ ઉપર આઇશર ગાડી રજી નં. GJ-36-T-9717ના ચાલક આરોપીએ પોતાની આઇશર ગાડી બેદરકારીપુર્વક સુસવાવ ગામ તરફથી પુરઝડપે ચલાવીને ફરીયાદી રમેશભાઇ ડાયાભાઇ મોરીના કાકાના દિકરા શીવમ નાગજીભાઇ મોરી (ઉ.વ. 20)ના મોટર સાયકલ ર.જી.નં. GJ-36-H-8680 સાથે સામેથી અથડાવી દીધું હતું. આથી, શીવમને માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ આઇશરચાલક ભાગી ગયો હતો. હળવદ પોલીસે તેની સામે ગુનો નોંધી તેને પકડવા તજવીજ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..