મોરબી પાલિકાના ઉપપ્રમુખે આપેલા સંકેતો : ધાર્મિક-શૈક્ષણિક સ્થળોની આજુબાજુમાં ઉભી રહેતી લારીઓને પહેલા નોટિસ બાદમાં કાર્યવાહી મોરબી : રાજકોટ, વડોદરા,અમદાવાદ સહિતના શહેરોમાં જાહેરમાં માસ-મટન અને ઈંડાની લારીઓ હટાવવા ઝુંબેશરૂપી કામગીરી ચાલી રહી છે ત્યારેમોરબીમાં આગામી અઠવાડિયામાં ધાર્મિક અને શૈક્ષણિક સંકુલો આજુબાજુમાં ઉભી રહેતી આવી લારીઓ હટાવવામાં આવશે તેવા નિર્દેશો પાલિકાના ઉપ પ્રમુખ દ્વારા અપાયા છે. મોરબી નગરપાલિકાના ઉપ પ્રમુખ જયરાજસિંહ જાડેજાએ ઈંડા અને નોનવેજની લારીઓ હટાવવા મામલે જણાવ્યું હતું કે શહેરમાં ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ આસપાસ ઊભી રહેતી આવી નોનવેજ અને ઈંડાની લારીઓ મામલે હાલમાં નગરપાલિકા દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે અને સર્વે પૂર્ણ થયા બાદ સૌ પ્રથમ આવા ધંધાર્થીઓને બે દિવસમાં લારી ગલ્લા હટાવવા નોટિસ ફટકારી બાદમાં કડક ઝુંબેશરૂપી કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું તેમને જણાવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..