પર્વતો કુદરતી ઝવેરાતના ખજાના સમાન છે, તેનું સંરક્ષણ કરવાની આપણી નૈતિક ફરજ છેમોરબી : પર્વતોના સંરક્ષણ અને તેમની સમૃદ્ધ જૈવ વિવિધતા વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે સમગ્ર વિશ્વમાં દર વર્ષે 11 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય પર્વત દિવસની ઉજવણી કરવામાં આવે છે. પર્વતીય વિસ્તારોમાં રહેતા લોકો તથા પર્વતારોહકોમાં આંતરરાષ્ટ્રીય પર્વત દિવસની ઉજવણી માટે અનેરો ઉત્સાહ જોવા મળે છે.આંતરરાષ્ટ્રીય પર્વત દિવસનો ઈતિહાસઆંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ઉજવવાનો પ્રસ્તાવ વર્ષ 1992માં બનાવવામાં આવ્યો હતો. જેને એજન્ડા 13ના પ્રકરણ 21 મેનેજિંગ ઇકો સિસ્ટમ્સ સસ્ટેનેબલ માઉન્ટેન ડેવલપમેન્ટ પર્યાવરણ અને વિકાસ પર સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં અપનાવવામાં આવ્યું હતું. પર્વતોના મહત્વ તરફ વધતા ધ્યાનને કારણે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ વર્ષ 2002ને યુનાઈટેડ નેશન્સ વિશ્વ પર્વત વર્ષ તરીકે જાહેર કર્યું. અને 11 ડિસેમ્બર 2003થી આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ઉજવવાનું નક્કી કર્યું. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ સૌપ્રથમ 11 ડીસેમ્બર, 2003થી દર વર્ષે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ઉજવવાનું મહત્વ લોકોને પહાડો અને લેન્ડસ્કેપ્સ વિશે જાગૃત કરવાનો છે.ભારત અને પર્વતોલોકોને પર્વતો જાગૃત કરવા માટે સમગ્ર વિશ્વ જુદા જુદા પ્રયાસો કરી રહ્યું છે ત્યારે ભારતમાં તો આદિકાળથી પર્વતોનું મહત્ત્વને સમજીને પર્વતો સાથે આધ્યાત્મિક મહત્વ જોડીને તેનું સંરક્ષણ થઈ રહ્યું છે. ભારતમાં આવેલા દરેક મહત્વના પર્વત જેવા કે કૈલાસ, ગુજરાતમાં ગિરનાર, ચોટીલા, પાવાગઢ, અંબાજી, શેત્ંજ્ય, ઓસમ સહિતના નાના-મોટા પર્વતો સાથે ધાર્મિક મહત્વ જોડીને પર્વતોના સંરક્ષણ માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.લોકો જાગૃત થાય તે માટે ગુજરાતમાં આવેલા આ પર્વતો ઉપર જુદી જુદી સામાજિક સંસ્થાઓ દ્વારા આરોહણ-અવરોહણ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે. બાળકો એ ભાવિ પેઢી છે, તેમના ભવિષ્ય વિશે તેઓ વિચારતા થાય, પ્રકૃતિ પ્રેમી બને તે માટે ટ્રેકિંગ કેમ્પ પણ યોજવામાં આવે છે. પર્વતોએ કુદરતી ઝવેરાતનો ખજાનો છે તેનું સંરક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ અને જવાબદારી છે.આબોહવા પરિવર્તનથી પર્વતો જોખમમાંઆંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ઉજવવાનું મહત્વ લોકોને પહાડો અને લેન્ડસ્કેપ્સ વિશે જાગૃત કરવાનો છે. આબોહવા અને ભૂમિ સ્વરૂપના ફેરફારોને કારણે પર્વતોની ભૌગોલિક સ્થિતિ ધીમે ધીમે બદલાઈ રહી છે. પર્વતો કપાઈ રહ્યા છે અને જંગલોનો નાશ થઈ રહ્યો છે. આમ કરવાથી આપણી ભાવિ પેઢી માટે જીવન ખૂબ જ મુશ્કેલ બની શકે છે. આવી સ્થિતિમાં લોકો માટે જરૂરી છે કે તેઓ પર્વતો પ્રત્યેની તેમની જવાબદારીઓ સમજાવવા માટે સંગઠિત થાય.પર્વતો રોજિંદા જીવન માટે તાજું પાણી પૂરૂ પાડે છે. તેમનું સંરક્ષણ ટકાઉ વિકાસ માટેનું મુખ્ય પરિબળ છે. પરંતુ પર્વતો આબોહવા પરિવર્તન અને અતિશય શોષણથી જોખમમાં છે. જેમ વૈશ્વિક આબોહવા સતત ગરમ થઈ રહી છે, તેમ પર્વતીય વિસ્તારમાં રહેતા લોકોએ ટકી રહેવા માટે વધુ સંઘર્ષનો સામનો કરવો પડે છે. વધતા જતાં તાપમાનને કારણે પર્વતીય હિમનદીઓ અભૂતપૂર્વ રીતે પીગળી રહી છે. જે લાખો લોકો માટે તાજા પાણીના પુરવઠાને અસર કરી રહી છે. આ સમસ્યા આપણને બધાને અસર કરે છે. આપણે કાર્બનનું પ્રમાણ ઘટે તે માટે ફળદાયી પગલાં લેવા જોઈએ અને આ કુદરતી ખજાનાની કાળજી લેવી જોઈએ.