વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અંગેના નિવેદનને લઈ મોરબી ભાજપ દ્વારા આક્રોશમોરબી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે આપેલા નિવેદનને લઈ ભાજપમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલયે રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરવામાં આવશે.વિપક્ષી રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓબીસી અંગે વિવાદાસ્પદ નિવેદન આપતા મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરવા નક્કી કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજે 9 ફેબ્રુઆરીને શુક્રવારના રોજ સાંજે 4 કલાકે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલયે ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા રાહુલ ગાંધી માફી માંગે કાર્યક્રમ હેઠળ પૂતળા દહન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાજપના તમામ હોદ્દેદારો અને કાર્યકરોને ઉપસ્થિત રહેવા મોરબી જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયાએ જણાવાયું છે.