મોરબી : મોરબીના મદની એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ મદની સરકાર ગ્રુપ દ્વારા આવતીકાલે સવારે 9 થી 12 કલાક દરમ્યાન કંદોઈ સમાજની વાડી, જમાદાર શેરી, મોરબી ખાતે વિધવા બહેનોના આશરે 300 દિકરા - દિકરીઓને સ્કૂલ કીટનું વિતરણ કરવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રમુખ મુફ્તી પીર સૈયદ હાજી મોહમ્મદ સિદ્દીકમિયા, હાજીમદની મીયાબાપુ કાદરી તેમજ મદની સરકાર ગ્રુપના સભ્યો દ્વારા મોરબી ખાતે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવશે. આ કિટમાં પાઠ્યપુસ્તક, દફ્તર, યુનિફોર્મ, સ્કૂલ ફી, ચોપડા, કંપાસ, વોટરબેગ, લંચ બોક્સ તેમજ અન્ય વસ્તુઓનો સમાવેશ કરાયો છે.