મોરબી : મોરબી શહેરની માધાપરવાડી કન્યા શાળા, વજેપરવાડી પ્રાથમિક શાળા, બોરીયાપાટી પ્રાથમિક શાળા, બુટાવાડી શાળાના 600 વિદ્યાર્થીઓને ભુરજીભાઈ દયારામભાઈ પરમાર બુટાવાડીવાળા તરફથી શૈક્ષણિક કિટ અર્પણ કરવામાં આવી હતી. જેમાં પ્લાસ્ટિક ફોલ્ડર પાઉચમાં પેન, પેન્સિલ, શાર્પનર, ગણિતના સાધનો, ફૂટપટી, રબર, કટર વગેરે વસ્તુઓ આપવામાં આવી હતી.મનગમતી વસ્તુ મળતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ થઈ ગયા હતા. શિક્ષણ માટે બાળકોને કરેલી સહાય ક્યારેય એળે નથી જતી, તેમ જણાવી મોરબી જિલ્લા મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઇ વડસોલાએ દાતાની દિલેરીને હ્ર્દયપૂર્વક વધાવી અને સમગ્ર શાળા પરિવાર તરફથી દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ધીરજલાલ શામજીભાઈ પરમાર, કાળુભાઇ પરમાર, શાળાનો તમામ સ્ટાફ હાજર રહયો હતો અને શાળા પરિવાર વતી દાતા ભુરજીભાઈ પરમારનો આભાર પ્રકટ કર્યો હતો.