મોરબી : મોરબીના શક્ત શનાળા કુમાર શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને શનાળા નિવાસી ધવલભાઈ મહાદેવભાઈ બાવરવાના પુત્ર ક્રીશીવના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ધવલભાઈ દ્વારા શાળાના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના બાળકોને શૈક્ષણિક કીટ આપીને બાળકોને ખુશ કર્યા હતા અને શાળાનું ૠણ અદા કર્યુ હતું. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય રેણુકાબેન અઘેરા તેમજ શિક્ષક સ્ટાફ રાજેશભાઈ મારવાણીયા, ધેટિયા ભારતીબેન, બેડીયા ઈલાબેન, ભોરણીયા કાજલબેન, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એવા ધવલભાઈ બાવરવા તેમના ભાઈ અક્ષયભાઈ બાવરવા ઉપસ્થિત રહ્યા હતા. શાળા પરિવારે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.