માળીયા (મિ.) : માળિયા તાલુકાની જાજાસર પ્રાથમિક શાળામાં સુનીલભાઈ માલાસણા (શ્રીદેવ મોટર્સ ભરતનગર - મોરબી)દ્વારા બાલવાટિકાથી ધોરણ 8 સુધીના તમામ કુલ 107 બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.શાળાના આચાર્ય હરદેવભાઈ કાનગડે દાતાઓને આવકાર્યા હતા. દિનેશભાઈ કાનગડે સ્વીકાર કર્યો હતો, તેમજ ભરતભાઈ ચાવડાએ આભાર વ્યક્ત કર્યો હતો, સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજેશભાઈ રાઠોડે કર્યું હતું. અને કહ્યું હતું કે, લોકો તરફથી અનેકવિધ પ્રકારે દાન અપાય છે, એવી જ રીતે લોકો શિક્ષણનું મહત્વ સમજતા થયા હોય ત્યારે શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે લોકો બાળકોને ઉપયોગી વસ્તુનું દાન કરતા હોય છે. એમ માળિયાની જાજાસર શાળાના 107 વિદ્યાર્થીઓને રોજબરોજમાં આવતી શૈક્ષણિક વસ્તુ મળવાથી વિદ્યાર્થીઓના ચહેરા પણ ખીલી ઉઠ્યા હતા. આ બદલ શાળા પરિવાર વતી દાતાઓનો આભર પ્રકટ કર્યો હતો.