સાયન્સ સ્ટ્રીમના પરિણામોમાં હરહંમેશ અગ્રેસર રહેતુ Edu-bliss career institute મોરબી : ઓદ્યોગિક ક્ષેત્રે ક્રાંતિ કરનાર મોરબી શહેરમાં શૈક્ષણીક ક્રાંતિના યુગનો પ્રારંભ થઈ ચુક્યો છે. મોરબીના વિદ્યાર્થીઓ રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ ઉચ્ચ પરિણામો પ્રાપ્ત કરી સમગ્ર મોરબીનું નામ રોશન કરી રહ્યા છે. મોરબી શહેરમાં છેલ્લા ૧૦ વર્ષ થી કાર્યરત કલ્પેશભાઈ પુજારા (મો.૯૦૩૩૬૬૯૩૧૦) સંચાલિત Edu-bliss career institute દ્વારા હરહંમેશ ઉચ્ચ પરિણામો સિધ્ધ કરવામાં આવે છે. ત્યારે તાજેતરમાં ધો-૧૨ સાયન્સ પછી એન્જીનિયરીંગની પ્રવેશ પરિક્ષા JEE-MAIN/ADVANCEનું પરિણામ જાહેર થયુ છે. જેમા સંસ્થાના વિદ્યાર્થી ધ્રુવ શાહે 99 P.R. પ્રાપ્ત કરી સમગ્ર મોરબીમાં પ્રથમ ક્રમાંક મેળવી સંસ્થા, તેમના પરિવાર તથા સમગ્ર મોરબીનુ નામ રોશન કર્યુ છે. જ્યારે બીજી બાજુ મેડીકલની પ્રવેશ પરિક્ષા NEETમાં સંસ્થાની વિદ્યાર્થીની ઝંકાર પટેલે 570 ગુણ પ્રાપ્ત કરી English Mediumમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. મોરબી Edu-bliss institute દ્વારા C.B.S.E. બોર્ડ ના ધો-૮,૯,૧૦, ૧૧-૧૨(Science), JEE, NEET સહીતના અભ્યક્રમોનુ શિક્ષણ પ્રદાન કરવામાં આવે છે. ત્યારે હરહંમેશ ઉચ્ચ પરિણામોની હારમાળા સર્જતા આ instituteની સિધ્ધિ બદલ ચોમેરથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.