મોરબી : દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું એક કારણ એ વિસ્તારમાં રહેલા વૃક્ષો પણ છે. મોરબીમાં વૃક્ષોનું વાવેતર પાછલા વર્ષોની સરખામણીમાં વધ્યું છે. લોકો વૃક્ષોની જરૂરિયાત અંગે સજાગ થયા છે. વધુને વધુ સીરામીક એકમો પોતાની પ્રિમાયસીસમાં વૃક્ષો વાવીને તેનું જતન કરવાનું પ્રણ લઈ રહ્યા છે. ત્યારે ઇન્ડિકા સીરામીક એલ.એલ.પીમાં 300 વૃક્ષો રોપવામાં આવ્યા છે. આ વર્ષે કદાચ મોરબીમાં આ રીતે હજારોની સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પ્રવૃત્તિ સ્વૈચ્છીક રીતે થઈ રહી છે. સરકારી વિભાગોની ભાગીદારી વગર જ લોકો સ્વંય જાગૃત બન્યા છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne