એલસીબી ટીમની કાર્યવાહી : કાર ચાલક નાસી છૂટતા શોધખોળ હાથ ધરાઈમોરબી : મોરબી એલસીબી ટીમે રણછોડનગર મેઈન રોડ ઉપર જલારામપાર્ક તથા અમૃતપાર્કની વચ્ચે રોડ ઉપરથી ઇકો કારમાં રૂ.5.88 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. જ્યારે બીજી તરફ પોલીસને જોઈ કારચાલક નાસી છુટતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબી ટીમને મળેલ કે, GJ-03-NK-3973 નંબરની ઇકો કારમાં ઇંગ્લીશદારૂનો જથ્થો ભરી એક શખ્સ રણછોડનગર મેઈન રોડ, શાન્તીવન સ્કુલ તરફથી આવનાર છે. જેના આધારે એલસીબીએ વોચ ગોઠવી જલારામપાર્ક તથા અમૃતપાર્કની વચ્ચે ઇકો કાર જોતા જ ડ્રાઇવર કાર મુકી નાસી ગયો હતો. આ કારમાંથી રૂ.5.88 લાખની કિંમતની દારૂની 852 બોટલ તેમજ કાર મળી રૂ.10.08 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં એલસીબી પીઆઇ એમ.પી.પંડયા, પીએસઆઈ બી.ડી.ભટ્ટ, જે.પી. કણસાગરા તેમજ સ્ટાફ રોકાયેલ હતો.