હળવદ : ગઈકાલે સાંજે માળીયા હળવદ હાઇવે ઉપર દેવળીયા ગામના પાટિયા નજીક અચાનક રોડ ઉપર ગાય આડી ઉતરતા ઇકો સ્પોર્ટ ગાડી પલટી જતા કારમાં બેઠેલ બે યુવતીઓને ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે સાંજે માળીયા હળવદ હાઇવે ઉપર દેવળીયા નજીક ગાય આડી ઉતરતા ઇકો સ્પોર્ટ કાર નંબર GJ-12- CG-4211ના ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા કાર પલટી ગઈ હતી. વધુમાં કાર પલટી જતા કારમાં બેઠેલા ધ્રાંગધ્રાં તાલુકાના દુદાપુર ગામના વૃતિબેન અશોકભાઇ કાવર અને જીનલબેનને ઇજાઓ પહોંચી હતી અને ફ્રેક્ચર થતા કાર ચાલક તરંગભાઇ ભરતભાઇ સતાપરા રહે,રાપર જી.ભુજ(કચ્છ) વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 279,337,338 તથા એમ.વી.એકટ 177 અને 184 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..