મોરબી : મોરબીની શોભાકુંજ સોસાયટીમાં રહીશો દ્વારા ગણેશ ચતુર્થીના દિવસે ઇકોફ્રેન્ડલી માટીના ગણપતીજીની મુર્તિની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ તેમની સાત દિવસની આરાધના કરી માટીના ગણપતીજીનું વિસર્જન એક નાના ટબમાં પાણી ભરીને તેમાં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ પાણીને તુલસીક્યારામાં અને ફૂલ છોડમાં રેડી દેવામાં આવ્યું હતું. આમ આ રીતે વિસર્જન થતા પર્યાવરણને કોઈ નુકશાન ન કરી શોભાકુંજના રહીશોએ પર્યાવરણ પ્રેમનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ ઉપરાંત સાત દિવસ સુધી દરરોજ આરતી તેમજ બાળકો માટે ગણેશજીના ચિત્રની હરીફાઈ યોજવામાં આવી હતી. છેલ્લા દિવસે ગણેશજીને છપ્પન ભોગનો થાળ જમાડી વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવ્યું હતું.