વર્ષ 2008 થી યોજાતા મહોત્સવમાં રક્તદાન કેમ્પ, સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાયા: પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધની પહેલમોરબી અપડેટ: મોરબીમાં સ્વસ્તિક ગ્રુપ દ્વારા સ્થાનિક લોકોના સહયોગથી વર્ષ 2008 થી ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ ભક્તિભાવપૂર્વક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખીને આ વર્ષે 'પ્લાસ્ટિક મુક્ત ગણેશોત્સવ' ની વિશેષ પહેલ કરવામાં આવી છે. ઉત્સવ દરમિયાન પ્રસાદ વિતરણ કે મંડપમાં અન્ય કોઈપણ જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે ટાળવામાં આવ્યો છે.કાર્યક્રમની રૂપરેખા:ઉત્સવના 10 દિવસ દરમિયાન દરરોજ ભવ્ય મહાઆરતી તેમજ વિવિધ સેવાકીય અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.16/09 - રક્તદાન કેમ્પ (84 બોટલ એકત્ર થયેલ)17/09- આનંદનો ગરબો18/09- બેસ્ટ આરતી પ્રત્યોગીતા 19/09 - માતાજીનો માંડવો20/09- બાળકો માટે રમત-ગમત21/09- ભજન અને સંતવાણી 22/09-સત્યનારાયણ ભગવાનની કથા23/09- વેશભૂષા 24/09 - રાત્રે 8:00 કલાકે મહાઆરતી25/09 - બપોરે 01:00 વાગ્યે વિસર્જન યાત્રાસ્વસ્તિક ગ્રુપ ગણેશ મહોત્સવ સમિતિના કિશનભાઈ જશવંતભાઈ પારેખ (મો. 8735854321) દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ પાવન ઉત્સવમાં મોટી સંખ્યામાં સહભાગી બની ગણપતિ બાપાના આશીર્વાદ લેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #GaneshUtsav #SwastikGroup #EcoFriendlyGanesha #PlasticFree #BloodDonation #FestivalOfIndia